દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામના ટાંડી ફળિયા સહિતના અનેક ફળિયાના લોકોને અંતિમધામ પહોંચવા માટે રસ્તાના અભાવે ડાઘુઓને પહોંચવા પડતી અગવડતાઓ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામના છ જેટલા ફળીયાના ડાધુઓને અંતિમધામ નનામી લઈ ને જવું એક કોયડા સમાન સાબિત થઈ રહ્યું છે.અનેક રજુઆતો છતાંય પણ સ્થાનિક તંત્રથી લઈ નેતાઓને રસ્તો બનવવામાં કોઈ રસ ન હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.
દેવગઢ બારીઆ તાલુકાના અનેક ગામોમાં અંતિમધામ નનામી લઈને જતા ડાધુઓ માટે રસ્તાની સગવડના હોઈ તેમ જાેવાઈ રહ્યું છે ત્યારે પીપલોદ ગામમાં અંદાજે ૧૬૦૦૦ થી વધુ વસ્તી ધરાવતું નગર છે. અંતિમ ધામમાં દુર્દશા ના લીધે આ ગામમાં પણ આવી જ હાલત થવા પામી છે.જેમાં પીપલોદ ગામના ટાંડી ફળીયા સહિતના છ જેટલા ફળિયાના અંદાજે ૬૦૦૦ જેટલી વસ્તી આવેલી છે.અને તે ફળિયાના લોકોને તળાવ ઉપર અતિમક્રિયા માટે જવું પડે છે ત્યારે આ ડાધુઓ રસ્તા વગર નનામી લઈ અંતિમધામ પહોંચવામાં અનેક અગવડતાઓ ઉભી થવા પામી છે ત્યારે અહીંનું સ્મશાન પણ પડું પડું જેવી સ્થિતિમાં હોવાથી અંતિમ સંસ્કાર પણ ખુલ્લામાં કરવાની ફરજ પડી રહી છે. ત્યારે આ રસ્તાને લઈ અનેક રજૂઆતો કરવા છતાં પણ આ રસ્તો બનાવવામાં તંત્રને કોઈ રસ ના હોઈ તેમ જાેવાઈ રહ્યું છે ત્યારે આ ડાધુઓની માંગ છે. કે વહેલી તકે આ અંતિમધામ સુધીનો રસ્તો બનાવવામાં આવે છે.