લીમખેડાના કંબોઈ ગામે દંપતિ પાસેથી રૂા.૨૮ હજારની મત્તા લુંટી લેતા લુંટારૂઓ
તંત્રી : રાધા પીઠાયા
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબાઈ ગામેગત તા.૦૯મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં રોયલ રેસીડેન્સ ખાતે રહેતાં અને પ્રાથમીક શિક્ષક તરીકે ફરજ બજાવતાં પ્રદિપભાઈ ચંદુભાઈ બારીઆ તથા તેમની પત્નિ ઈન્દીરાબેન એમ બંન્ને જણા એક વાહન પર બેસી પસાર લીમખેડા તાલુકાના કંબોઈ ગામેથી રાત્રીના દશેક વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે અજાણ્યા ત્રણથી ચાર લુંટારૂઓએ ઉપરોક્ત દંપતિને રસ્તામાં રોકી બાનમાં લઈ ઈન્દીરાબેન પાસેથી સોનાની બુટ્ટી નંગ.૨ તથા સોનાની વીટી નંગ. ૧ તેમજ પ્રદિપભાઈ પાસેના પર્સની ચોરી કરી રૂા.૨૮,૩૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂઓ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.