ગરબાડાના નેલસુર ગામે પ્રાથમિક શાળાને નિશાન બનાવતા તસ્કરો : ખાદ્ય સામગ્રીની ચોરી : ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ : શાળાના આચાર્યે ગરબાડા પોલીસ મથકમાં લેખિતમાં કરી જાણ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
ગરબાડા તાલુકાની નેલસુર પ્રાથમિક શાળામાં ચોરીના મક્કમ ઈરાદા સાથે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ શાળાના મધ્યાહન ભોજનના ઓરડાના તાળા તોડી તેમાંથી ખાદ્ય સામગ્રી સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરી રાત્રીના અંધારામાં ભાગી છૂટવામાં સફળ રહ્યા છે ત્યારે ચોરીની આ સમગ્ર ઘટના શાળાની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે જાેકે હાલ આ બનાવ સંદર્ભે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ થવા પામી ના હતી.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય થયેલી તસ્કર ટોળકીએ દાહોદ જિલ્લામાં આંતક મચાવ્યો છે. રાત્રીના અંધારામાં બેખોફ બની ચોરીના મક્કમ ઈરાદા સાથે બેખોફ બની જિલ્લાના વિવિધ તાલુકા મથકોમાં આવેલી પ્રાથમિક શાળાઓને નિશાન બનાવી બિન્દાસ્ત પણે ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહી છે ત્યારે જિલ્લામાં છેલ્લા ત્રણ માસ દરમિયાન રોકેટ ગતીએ વધી રહેલી પ્રાથમિક શાળાઓની ચોરીને ડામવા માટે પોલીસનો પનો ટૂંકો પડ્યો છે ત્યારે ગઈકાલે જ ગરબાડા તાલુકાના નેલસુર પ્રાથમિક શાળાને તસ્કરોને નિશાન બનાવી હતી.તસ્કરોએ મધ્યાહન ભોજનના ઓરડાના તાળા તોડી તેમાંથી ચાર તેલના ડબ્બા એક ઘઉ નો કટ્ટો સહિતની ખાદ્ય સમગ્રીની ચોરી કરી રાત્રીના અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.જાેકે આ સમગ્ર ઘટના શાળાની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેપ્ચર થવા પામી છે. વહેલી સવારે શાળામાં ચોરી થઈ હોવાની જાણ આચાર્યને થતા શાળાના આચાર્યએ ગરબાડા પોલીસ મથકે લેખિતમાં જાણ કરી હતી જાેકે સમાચાર લખાય છે ત્યાર સુધી હાલ આ ઘટના સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાને નિશાન બનાવતી તસ્કર ટોળકીએ એક માસના ટૂંકા ગાળામાં જ પોલીસની નાઈટ પેટ્રોલિંગ વચ્ચે ગરબાડા પંથકમાં ત્રણથી ચાર શાળામાં ચોરીઓને અંજામ આપી તરખાંટ મચાવ્યો છે. જેના પગલે પંથકમાં ભાઈનો માહોલ ઉભો થવા પામ્યો છે.ત્યારે પંથકમાં વધી રહેલી ચોરીઓને ડામવા માટે પોલીસ તંત્ર દ્રારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી જન માનસમાં પ્રવર્તિ રહી છે.