દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા તેમજ કોંગ્રેસના કદાવર નેતા પર હુમલાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ : વાસંદાના કોંગ્રેસી ધારાસભ્યો પર થયેલા હીચકારા હુમલાના વિરોધમાં ગરબાડામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા. ૧૩
દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા તેમજ વાસંદા વિધાનસભાના ધારાસભ્ય અંનત પટેલ પર ગત રોજ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે ભાજપના હોદ્દેદારો દ્રારા હીંચકારો હુમલો કરતા રાજ્યના રાજકારણમાં ખળભલાટ મચી જવા પામ્યો છે સાથે સાથે કોંગ્રેસી ધારાસભ્ય પર કથિત રીતે થયેલા હુમલાના પગલે એક તરફ આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યાર બીજી તરફ કોંગ્રેસ પક્ષમા પણ નારાજગીનો દોર જાેવા મળી રહી છે ત્યારે ધારાસભ્ય પર થયેલા હુમલાના વિરોધમાં ગરબાડા વિભાનસભાના ધારાસભ્ય દ્વારા આજરોજ મામલતદારને આવેદન પાત્ર પાઠવી દોષીતો સામે કાર્યવાહીની માંગ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દિન પ્રતિદિન રાજકીય સમીકરણો પણ બદલાતા જાેવા મળી રહ્યા છે. છેલ્લા ૨૭ વર્ષથી સત્તા સ્થાને રહેલી બીજેપી આગામી ચૂંટણીમાં સત્તા ટકાવી રાખવા પુરી તાકાત કામે લગાડી દીધી છે.ત્યારે લાંબા સમયથી વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ પણ સત્તા ઉપર કાબીજ થવા માટે કમરકસી છે ત્યારે આ બન્નેના ત્રીજા વિકલ્પ તરીકે આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. રાજકીય પક્ષો દ્રારા સત્તા પર આવવા માટે મેન પાવર તેમજ મસલ્સ પાવરનો ઉપયોગ ઘણા ખરા કિસ્સાઓમાં જાેવા મળે છે ત્યારે ન્યાય તંત્રને સર્મશાર કરતો આવોજ એક કિસ્સો દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં વાસંદા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસી ધારાસભ્ય અંનત પટેલ ગાંધીનગર ખાતે ઁઝ્રઝ્ર ની મિટિંગ પૂર્ણ કર્યા બાદ પોતાના વતન વાસંદા ખાતે જઈ રહ્યા હતા તે રસ્તામાં નવસારી તાલુકાના ખેરગામ ખાતે અગાઉથી જ પૂર્વ સુનિયોજિત કાવત્રાના ભાગરૂપે હુમલાની તૈયારી કરીને ઉભેલા નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહીર દ્રારા અનંત પટેલની ગાડી થોભાવી એમના ઉપર હિંચકારો હુમલો કરાતા કોંગ્રેસ સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. દક્ષિણ ગુજરાતનાં કદ્દાવાર અને મજબૂત ગણાતા આદિવાસી નેતા તેમજ કોંગ્રેસી ધારાસભ્ય પર થયેલ હુમલાના પગલે આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં પણ ભારે નારાજગી જાેવા મળી રહી છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ આજરોજ મામલતદારને આવેદન પાઠવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સજાની માંગણી કરી હતી.આ સંદર્ભે ભાજપ ઉપર આક્ષેપો કરતા ચંદ્રિકાબેન બારીયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ હવે ચૂંટણીમાં વિજય મેળવવા અને પ્રજા ઉપર ધાક જમાવવા આવી નિમ્ન સ્તરની રાજનીતિ આંચરી રહ્યું છે. જે ખુબ નિંદનીય છે પ્રજામાં સરકારના અઢી દાયકાના ગેરવહીવટ અને પ્રજા વિરોધી સાશન પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો છે. ચૂંટણી પહેલા હાર પારખી ગયેલી ભાજપ હવે હતાશ થઈ ગઈ છે કોઈ પણ પ્રકારે પ્રજા ઉપર ધાક જમાવી ફરીથી એકવાર સત્તા હડપી લેવા હવાતિયાં મારી રહ્યા છે જે હલકી કક્ષાની રાજનીતિનો જીવતો જાગતો નમૂનો છે તેમને જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતનાં મજબૂત આદિવાસી નેતા તેમજ કોંગ્રેસના કદ્દાવાર નેતા અંનત પટેલના પ્રચંડ જન સમર્થન ને જાેઈ ભાજપ બેબાકાળું થઈ ગયું છે જેને લઈ ને આદિવાસી સમાજ તેમજ કોંગ્રેસમાં ભારે નારાજગી છે જે ન્યાયતંત્રની તદ્દન વિપરીત છે. આવી રીતે લોકશાહીનું હનન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી થવી જાેઈએ આવા દોષિતો સામે આવનારા સમયમાં કાર્યવાહી નહી થાય તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે તેવી ચીમકી પણ ચંદ્રિકાબેન બારીયાએ ઉચ્ચારી હતી.

