ઝાલોદના મીરાખેડી ગામેથી મામલતદારની ટીમે રૂા. ૧.૭૬ લાખના બાયોડીઝલના જથ્થા સાથે છોટાહાથી ગાડી ઝડપી પાડી બેની અટક કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ઝાલોદ મામલતદારને મળેલ બાતમીના આધારે ગત તા.૧૯મી મે ૨૦૨૨ના રોજ ઝાલોદ મામલતદાર અને ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે મામલતદાર અને પોલીસની ટીમ વોચ ગોઠવી ઉભી હતી ત્યારે બાતમીમાં દર્શાવેલ એક છોટાહાથી ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ અને મામલતદારની ટીમ સાબદી બની હતી અને છોટાહાથી ગાડી નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લીધી હતી અને તેમાં તલાસી લેતાં તેમાંથી ૨૨૦૦ લીટર બાયોડીઝલ કિંમત રૂા. ૧,૭૬,૦૦૦ના જથ્થો ઝડપી પાડી આ બાયો ડીઝલના જથ્થાને પેટ્રોલીયમ પ્રોડેક્ટરના નમુનાના પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો ત્યારે આ પૃથ્થકરનો અહેવાલ ગતરોજ મામલતદાર અને પોલીસને મળતાં આ મામલે ઝાલોદના મામલતદાર દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી અને પોલીસે આ સંબંધે સોહેલખાન કયુમખાન પઠાણ (રહે. દાણી લીમડા, બેરલ માર્કેટ, અમદાવાદ, મીલના માલિક ઉસ્માનભાઈ અને વાહન માલિક અસ્લમભાઈ એમ ત્રણેય જણાની અટકાયત કરી હતી. પોલીસ છોટાહાથી ગાડી મળી કુલ રૂા. ૩,૭૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ ૬ મહિના અગાઉનો છે પરંતુ પેટ્રોલીયમ પ્રોડેક્ટરના નમુનાના પૃથ્થકરણનો અહેવાલ આવતાં ગતરોજ આ ગુનો દાખલ થવા પામ્યો છે.

