ગુજરાતમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજસ્થાન-ગુજરાત વચ્ચે આંતર રાજ્ય સીમા સંકલન બેઠક બાંસવાડા ખાતે યોજાઈ

દાહોદ તા.૧૯

ગુજરાતમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજસ્થાન-ગુજરાત વચ્ચે આંતર રાજ્ય સીમા સંકલન બેઠક રાજસ્થાનના બાંસવાડા ખાતે યોજાઇ હતી જેમાં દાહોદ તેમજ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ અહીંના જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટેની જરૂરી ચર્ચા સમીક્ષા કરાઈ હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ ચૂંટણી દરમિયાન સરહદી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એ માટે ચૂંટણીના દિવસે તેમજ બે દિવસ પહેલા લિકર ડ્રાઈવ, સરહદી ચેક પોસ્ટ ખાતે જરૂરી બંદોબસ્ત રાખવા સહિતની બાબતો જણાવી હતી તેમણે સ્થાનિક પોલીસ દ્વારા સરહદી ગામોમાં ચૂંટણી દરમિયાન સઘન પેટ્રોલીગ,ભાગેડુ ગુનેગારોને પકડી પાડવા તેમજ ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાઈ એ માટે પોલીસનો સઘન બંદોબસ્ત સહિતની બાબતો વિશે ચર્ચા કરી હતી. બેઠકમાં રાજસ્થાનના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગુજરાત રાજ્યની ચુંટણી દરમિયાન જરૂરી તમામ સહયોગ આપવા જણાવ્યું હતું.
બેઠકમાં ઈન્ચાર્જ ઝાલોદ એએસપી શ્રી જગદીશ બાંગરવા, બાંસવાડાના એડિશનલ એસપી શ્રી કાનસિંગ ભાટી, સી.ઓ. સૂર્યવીરસિંગ, સી.ઓ. કિશનગઢ, સી.ઓ. ઘાટોલ શ્રી રામગોપાલ તેમજ અન્ય એસએચઓશ્રી હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!