દિવાળી પર્વની દાહોદ શહેર જિલ્લાવાસીઓએ ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૫

દિવાળી પર્વની દાહોદ શહેર જિલ્લાવાસીઓએ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. પડતર દિવસ બાદ બીજા દિવસે નુતન વર્ષની પણ ઉજવણી કરવા લોકોમાં થનગનાટ જાેવા મળી રહ્યો છે. દિવાળી પર્વે લોકોમાં લક્ષ્મીની પુજા, અર્ચના, પાઠ માં લક્ષ્મીને રીઝવવાનો પ્રયાસ પણ કર્યાે હતો.

દાહોદ જિલ્લામાં દિવાળીનો તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ દાહોદ શહેર સહિત જિલ્લામાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જાેવા મળી હતી. બજારોમાં લોકોની ભારે ભીડને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયાં હતાં. દિવાળીની રાતે લોકોએ માં લક્ષ્મીની પુજા, અર્ચના, પાઠ કરી માં લક્ષ્મીને રીઝવવાનો પ્રયાસ પણ કર્યાેં હતો. દિવાળીની રાત્રે લોકોએ ફટાકડા ફોડી ઉત્સાહ, ઉમંગભેર ઉજવણી કરી હતી. દિવાળીના બીજા દિવસે પડતર દિવસ હોઈ બજારો સુમસામ જાેવા મળ્યો હતાં અને બીજા દિવસે નવુ વર્ષ હોઈ નવા વર્ષની ઉજવણી કરવા લોકોએ તૈયારીઓ પણ કરી લીધી હતી. નવા વર્ષની ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. નવા વર્ષના દિવસે લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવશે. ફટાકડા ફોડશે. મંદિરોમાં પણ લોકોની ભીડ જાેવા મળશે ત્યાર બાદ ભાઈબીજની પણ લોકો હર્ષાેઉલ્લાસ સાથે ઉજવણી કરનાર છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં મંદિરો, જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, લોકોના ઘરો વિગેરે સ્થળો ભવ્ય રોશનીથી સળગારી દેવામાં આવ્યાં હતાં. દાહોદમાં ગાય ગૌહરીનું વિશેષ મહત્વ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષના દિવસે દાહોદ જિલ્લામાં ગાય ગૌહરીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શ્રધ્ધાળુઓ જમીન પર સુઈ પોતાની ઉપરથી ગાયો દોડાવી ભક્તિ કરનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: