ઝાલોદ તાલુકાના જેતપુર ગામે ખેતરનો પાક વાઢવા બાબતે એક મહિલા સહિત ત્રણને માર મરાયો
દાહોદ તા.૧૬
ઝાલોદ તાલુકાના જેતપુર ગામે સોયાબીનના ખેતરમાં પાકને વાઢી નાંખવાના મામલે બે ઈસમોએ એક મહિલા સહિત ત્રણ જણાને લાકડી તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના જેતપુર ગામે ખેડા (ડુંગરી) ફળિયા ખાતે રહેતા સોમાભાઈ ધીરાભાઈ તથા અશોકભાઈ શકરાભાઈ ડામોરે ગત તા.૧૫.૧૦.૨૦૧૯ના રોજ પોતાના જ ગામમાં મગરોળ ફળિયામાં રહેતા કલાભાઈ કાળીયાભાઈ ડીંડોરની સર્વેવાળી જમીનમાં સોયાબીનનું વાવેતર કરેલ હોય તે વાવેતર ના પાકમાં સોમાભાઈ તથા અશોકભાઈ બંન્ને વાઢવા જતાં આ મામલે દલાભાઈએ ના પાડતાં ઉપરોક્ત બંન્ને ઈસમો એકદમ ઉશ્કેરાઈ જઈ દલાભાઈ, અંજનાબેન તથા સુરેશભાઈને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત દલાભાઈ કાળીયાભાઈ ડીંડોરે ઝાલોદ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.