દાહોદ તાલુકાના લીમડાબરા ગામે રોડ પરથી પસાર થવા મામલે બે જેટલા ઈસમોએ બેને ફટકાર્યા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના લીમડાબરા ગામે રોડ પરથી પસાર થવા મામલે બે જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ લીમડાબરા ગામે સરપંચ ફળિયામાં રહેતાં કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળ તથા તેમના પરિવારજનો પોતાના ઘરે હાજર હતાં તે સમયે ગામમાં રહેતાં સુરેશભાઈ રામચંદભાઈ બિલવાળ અને દીવાનભાઈ રામચંદભાઈ બિલવાળનાઓ ત્યાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી વિશ્રામભાઈને કહેવા લાગેલ કે, તું રોડ ઉપર બેસેલા ઉભા થવાનું કેવાવાળો કોણ ? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ વિછીયાભાઈને અને શૈલેષભાઈને લાકડી વચ્ચે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.