દાહોદ તાલુકાના સબરાળા ગામે એક રહેમાંક મકાનમાંથી પોલિસે કુલ રૂ.૨૭ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કરી
દાહોદ તા.૧૬
દાહોદ તાલુકાના સબરાળા ગામે એક રહેણાંક મકાનમાંથી પોલિસે વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂ.૨૭,૩૦૦ ના પ્રોહી જથ્થા સાથે એકની અટક કર્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના સબરાળા ગામે ડાંગી ફળિયામાં રહેતા જીતેનભાઈ રાજુભાઈ વણઝારાના રહેણાંક મકાનમાં પોલીસે ગત તા.૧૫.૧૦.૨૦૧૯ના રોજ ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૪૪૧ જેની કુલ કિંમત રૂ.૨૭,૩૦૦ના પ્રોહી જથ્થો જપ્ત કરી ઉપરોક્ત ઈસમની અટકાત કરી તેની વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલિસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.