દાહોદ જિલ્લાના શિક્ષકવર્ગ- વિદ્યાર્થીઓ દ્વારા મોરબી દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાજંલી
રિપોટર – નીલ ડોડીયાર – દાહોદ
દાહોદ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો, એસ.એમ.સી. સભ્યો, વાલીઓ અને ગ્રામજનો દ્વારા મોરબી હોનારતના દીવંગતોને શ્રધાંજલિ આપવામાં આવી હતી.
આજ રોજ દાહોદ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો, શિક્ષકો ,એસ.એમ.સી.સભ્યો ,વાલીઓ અને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાર્થના સભાનું આયોજન કરી મોરબી હોનારતમાં અવસાન પામેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ અર્થે શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જીલ્લાના વિવિધ પ્રાથમિક શાળાઓ અને સ્થળો ઉપર ૩૭૭૨૧ વિદ્યાર્થીઓ, ૪૦૦૩ શિક્ષકો અને ૩૩૯૬૯ ગ્રામજનો મળી કુલ ૭૫૬૯૩ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી



