દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં તસ્કરોએ એક પ્રાથમીક શાળાને નિશાન બનાવી રૂા.૪૦,હજારની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં આવેલ એક પ્રાથમીક શાળાને તસ્કરોએ નિશાન બનાવી લેપટોપ, એલ.ઈ.ડી. ટી.વી., મોનીટર વિગેરે મળી કુલ રૂા. ૪૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરોએ શાળામાં લાગેલ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળે છે. ગત તા. ૩૦મી ઓગષ્ટના રોજ ગરબાડા નગરમાં આવેલ એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ પ્રાથમીક શાળાને નિશાન બનાવી શાળાના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો અને શાળામાંથી એક લેપટોપ, એક એલ.ઈ.ડી. ટી.વી., એક મોનીટર વિગેરે મળી કુલ રૂા.૪૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરોએ શાળામાં લાગેલ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં આ સંબંધે શાળામાં ફરજ બજાવતાં અને દાહોદ શહેરના સહકાર નગર ખાતે રહેતાં દિક્ષિતકુમાર રવસીંગભાઈ ચૌધરીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.