દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સકવાડા ગામે જમીન સંબંધી મામલે ૮ જેટલા ઈસમોએ એક ઘર પર પથ્થર મારો કરતાં બે મહિલાઓને ઈજા પહોંચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સકવાડા ગામે જમીન સંબંધી મામલે ૮ જેટલા ઈસમોએ ભારે ધિંગાણું મચાવતી એક વ્યક્તિના ઘર ઉપર પથ્થર મારો કરતાં કરતાં અને લાકડી વડે માર મારતાં બે મહિલાઓને શરીરે ઈજાઓ પહોંચાડી ઘરની આગળની મુકી રાખેલ ઘાસ સળગાવી દઈ નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળે છે. ગત તા.૨૯મી ઓક્ટોમ્બરના રોજ સકવાડા ગામે રહેતાં નરેશભાઈ જાેરજીભાઈ ગરાસીયા, મગનભાઈ દલાભાઈ ગરાસીયા, મુકેશભાઈ લવજીભાઈ ગરાસીયા, ઈશ્વરભાઈ લવજીભાઈ ગરાસીયા, બાબુભાઈ જાેગડાભાઈ ગરાસીયા, લાલસીંગભાઈ વેલજીભાઈ ગરાસીયા, છગનભાઈ દલાભાઈ ગરાસીયા અને શંકરભાઈ વેલજીભાઈ ગરાસીયાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે હાથમાં પથ્થરો અને લાકડીઓ લઈ પોતાના ગામમાં ગરાસીયા ફળિયામાં રહેતાં તેરસીંગભાઈના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન અમારી છે, તમો અહીંથી ઘર ખાલી કરીને જતાં રહો, અમારી જમીનમાંથી ડાંગર કેમ કાપી છે, ડાંગર કેમ વેચવા જાય છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ઘર પર છુટ્ટા પથ્થરો મારતાં મંગુબેન અને જબલીબેન તેરસીંગભાઈ ગરાસીયાને લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી ઘરની આગળ મુકી રાખેલ ઘાસ સળગાવી દઈ રૂા.૪,૦૦૦નું નુકસાન પહોંચાડતાં આ સંબંધે સકવાડા ગામે ગરાસીયા ફળિયામાં રહેતાં વિરસીંગભાઈ ફુલજીભાઈ ગરાસીયાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.