દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રૂા. ૯૦ હજારની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તિજાેરીમાંથી સોના – ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા.૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૦૧મી નવેમ્બરના રોજ લીમડી નગરમાં પ્રજાપતિ વાસમાં રહેતાં રમણભાઈ લખાભાઈ પ્રજાપતિના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના આગળના ભાગનો દરવાજાે તોડી અંદર પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ લોખંડની તિજાેરી તોડી તિજાેરીમાં મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના જેમાં ચાંદીના છડા બે જાેડ, ચાંદીનો એક સિક્કો, સોનાનું મંગળસુત્ર નંગ. ૧, સોનાની વીટી નંગ. ૧, સોનાની વીટી નંગ. ૧, સોનાની કાનની બુટ્ટી નંગ. ૨, સોનાની સેલર નંગ. ૨, સોનાની નાકની વાળી નંગ. ૧ મળી આશરે ૪ તોલા વજનના જુના આશરે કુલ કિંમત રૂા. ૯૦,૦૦૦ ની મત્તાની અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રમણભાઈ લખાભાઈ પ્રજાપતિએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.