ઝાલોદ નગરના સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા જાગૃત નાગરીક જયસિંગભાઈ વસૈયા દ્વારા સ્વખર્ચે સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી
તારીખ-૦૫/૧૧/૨૦૨૨
રિપોર્ટર-પંકજ પંડિત
જાગૃત નાગરીક જયસિંગભાઈ વસૈયા દ્વારા સ્વ ખર્ચે સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી
ઝાલોદ નગરમા છેલ્લા કેટલાય સમયથી કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી ત્યાંના રહીશોને આવવા જવામાં તકલીફ પડતી હતી. નગર પાલિકામાં કેટલાય દિવસથી ઘણી વાર સ્ટ્રીટ લાઇટ અંગેની તકલીફની જાણ કરવાં છતાય જે તે વિસ્તારોમાં સમસ્યાનું નિવારણ લાવવામાં આવતું ન હતું, નગરના જાગૃત નાગરીક અને ઝાલોદ નગર એ.પી.એમ.સી નાં ડીરેક્ટર જયસીંગભાઈ વસૈયાને સ્ટ્રીટ લાઇટ અંગેની સમસ્યાની જાણ થતાં તેઓએ પોતાના ખર્ચે નગરમાં પાંચ જેટલી સ્ટ્રીટ લાઇટ નખાવી આપી આમ જે કાર્ય નગરપાલિકાનું હોય તે ના થતા દરેક લોકો દ્વારા નગરપાલિકાના જે તે વિસ્તારના સદસ્યોની નિંદા કરતા જોવા મળ્યા હતા અને નગરના જાગૃત નાગરીક જયસિંગભાઈ વસૈયાનાં કાર્યને સહુ કોઈએ વધાવી લીધો હતો