દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી મુકામે એક દિવસીય તપ સેવા સુમિરન સાધના શિબિર અને નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર – પંકજ પંડિત – ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી મુકામે એક દિવસીય તપ સેવા સુમિરન સાધના શિબિર અને નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું
200 થી વધુ લોકો શિબિરમાં ઉપસ્થિત રહ્યા
બનાસકાંઠાના લાખણી થી નરહરી ભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને લીમડી નગરના ગાયત્રી હોલ ખાતે એક દિવસીય તપ સેવા સુમિરન સાધના શિબિર અને નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. લીમડી પ્રકૃતિ મિત્ર મંડળ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા..
આ શિબિરમાં લોકોને કાચું ભોજન લેવાનો આગ્રહ કરી અને ભોજનના પ્રકારો વિશે માહિતી આપવામાં આવી હતી. કાચું ભોજન લેવાશે તો આગામી સમયમાં કોઈ પણ પ્રકારની દવાઓ લેવાની જરૂરી પડશે નહિ તેવું આ શિબિરમાં સમજાવવામાં આવ્યું હતું.
આજના સમયમાં દરેક વ્યક્તિના ઘરે કોઈક ને કોઈક પ્રકારની બીમારી છે દવાઓ લેવા છતાં પણ બીમારીઓ દૂર થતી નથી. આ શિબિરમાં નવી ભોજન પ્રથા અનુસાર કંઈ રીતે કયું ભોજન લેવું જોઈએ તેના વિશેની માહિતી આપવામાં આવી હતી.