દાહોદ શહેરના કસ્બા વિસ્તારના મટક માર્કેટ ખાતેથી પોલીસે ૨૩૦ કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરી પાંચ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

દાહોદ તા.૧૭
દાહોદ શહેરના કસ્બા ખાતે મટન માર્કેટમાં પોલીસે ઓચીંતી રેડ પાડતા ૨૩૦ કિલોગ્રામ જેની આશરે કિંમત ૧૧,૫૦૦નું ગૌમાસનો જથ્થો જપ્ત કરી પાંચ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નદીમ અબ્દુલ રહીમ (રહે.દાહોદ મટન માર્કેટ), વાસુભાઈ અકમભાઈ કુરેશી (રહે. દાહોદ કસ્બા મટન માર્કેટ), કાદરભાઈ બાબુભાઈ કુરેશી (રહે. દાહોદ કસ્બા મટન માર્કેટ), અનવર નિશાર કુરેશી (રહે. દાહોદ કસ્બા પટણીચોક) તથા જાવેદ અસલમ કુરેશી (રહે.દાહોદ કસ્બા પટણી ચોક) નાઓ પોતાની કસ્બા વિસ્તારમાં આવેલ મટન માર્કેટ દુકાન ખાતે ગૌવંશની ક્રુર રીતે કતલ કરી આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી માસનું વેચાણ કરતાં હોવાની દાહોદ પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગત તા.૧૧.૧૦.૨૦૧૯ના રોજ દાહોદ શહેર પોલીસે ઉપરોક્ત પાંચેય જણાની દુકાનમાં ઓચીંતી રેડ પાડતા ૨૩૦ કિલોગ્રામ ગૌમાંસ જેની કુલ કિંમત રૂ.૧૧,૫૦૦ નો ગૌમાંસનો જથ્થો જપ્ત કરી ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: