ઝાલોદ વસંત મસાલા દ્વારા નગરની દિપ ગ્રાફીકસને બેસ્ટ ગ્રાફીકસ એવોર્ડ આપવામાં આવ્યો
રિપોર્ટર – પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ વસંત મસાલા દ્વારા નગરની દિપ ગ્રાફીકસને બેસ્ટ ગ્રાફીકસ એવોર્ડ આપવામાં આવ્યો
વસંત મસાલાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં દિપ ગ્રાફીકસને બેસ્ટ વ્યાપાર સપોર્ટ માટે એવોર્ડ આપવામાં આવ્યું
ઝાલોદ નગરના રોજગારની દ્રષ્ટિએ એક માત્ર ફેક્ટરી વસંત મસાલા દ્વારા ૫૦ વર્ષ પૂર્ણ કરવાના આવતાં તેમને તેમના ઓફિસ કામમાં સદાય ગ્રાફીકસને લગતા કામકાજ માટે સદા સપોર્ટ કરનાર નગરની દિપ ગ્રાફીકસને બેસ્ટ ગ્રાફીકસનો એવોર્ડ આપવામાં આવ્યો.વસંત મસાલાના માલિક ઓમ પ્રકાશ ભંડારી , આશીષ ભંડારી, નિર્મિત ભંડારી એવોર્ડ આપવા માટે જાતે દિપ ગ્રાફીકસની દુકાને જઈ તેના માલિક હિતેશ પટેલને બેસ્ટ ગ્રાફીકસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વસંત મસાલાના માલિક જાતે જઈ એવોર્ડ આપે તેનામાં તેમની સાદગી જણાઈ આવે છે. વસંત મસાલા આજે ઝાલોદ નગર, તાલુકા નહીં પણ આખાં ભારત વર્ષમાં મોટી બ્રાંડ બની ગયેલ છે તેમજ વિદેશમાં પણ તેઓ વ્યાપાર કરે છે. વસંત મસાલા આજે દરેક વિસ્તારોમાં એક મોટી બ્રાંડ તરીકે ઉભરી આવેલ છે જે ઝાલોદ નગર માટે એક ગર્વની વાત છે.વ્યાપારને લઈ વસંત મસાલાનો મોટો ઉદ્યોગ દેહગામ ખાતે નાખવામાં આવેલ છે ,છતાંય ઝાલોદ પ્રત્યેનો તેમનો પ્રેમ અનોખો છે. નગરના કોઈ પણ સારા કામમાં તેઓ પાસે જાઓ તો તેઓ સદા સારો સપોર્ટ કરે છે .