દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીખેરલી ગામે પિતા – પુત્રની અટકાયત કરી એક ગેરકાયદે દેશી હાથ બનાવટની પિસ્તોલ પોલીસે કબજે કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીખેરલી ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક ગેરકાયદે દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા.૨,૦૦૦ સાથે પિતા – પુત્રની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૦૮મી નવેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા તાલુકાના ઝરીખેરલી ગામે ઢાકીયા ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ સબલાભાઈ બામણીયા તથા તેમના પિતા સબલાભાઈ મુછાભાઈ બામણીયા આ બંન્ને પિતા – પુત્ર પાસે એખ ગેરકાયદે દેશી હાથ બનાવટો તમંચો હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે તેઓના ઘરે ઓચિંતો છાપો મારતાં પોલીસે ઘરમાંથી ગેરકાયદે દેશી હાથ બનાવટો તમંચો કિંમત રૂા.૨,૦૦૦ સાથે પિતા – પુત્રની અટકાયત કરી ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.