દાહોદ શહેરમાં શ્રી ગુરૂનાનાક દેવજીની જન્મ જયંતિની શીખ સમાજ તથા સીંધી સમાજ દ્વારા ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૯

દાહોદ શહેર ખાતે શીખ સમાજ તેમજ સીંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક દેવજીની જન્મ જયંતિની હર્ષાેઉલ્લા, ભક્તિભાવ તેમજ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ગુરૂનાનક દેવજીની જન્મ જયંતિ પુર્વે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાત ફેરી શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી. જે પાંચ દિવસ સુધી ચાલી હતી. તારીખ ૮મી નવેમ્બરને મંગળવારના રોજ શ્રી ગુરૂનાનક દેવજીની જન્મ જયંતિ નિમિત્તે ઠક્કર ફળિયા સ્થિત શ્રી ગુરૂ સાહેબ ધામ ગુરૂદ્વારા ખાતે ભજન, કિર્તન, તથા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. સીંધી સમાજ દ્વારા પણ ગોદીરોડ સ્થિત રાધાકૃષ્ણ સોસાયટી ખાતે આવેલ દરબાર સાહેબમાં પણ ભજન, કિર્તન તથા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું.અને રાત્રે ગોદીરોડ ખાતે ભજન અને કેક કાપી ને જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!