ઝાલોદ નગરમાં આવનાર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં પોલિસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
તારીખ -૦૯/૧૧/૨૨
ઝાલોદ નગરમાં પોલિસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. નગરમાં આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિ પૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ઝાલોદ નગરનું પોલિસ તંત્ર સક્રિય બન્યું છે. નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ કે અપરાધ ન બને તેના માટે પોલિસ તંત્ર હાલ સજાગ અવસ્થામાં જોવા મળી રહેલ છે. ઝાલોદ નગર પોલિસ સ્ટાફ અને મીલીટ્રી ફોર્સ સાથે નગરના વિવિધ વિસ્તારોમાં પોલિસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી.