ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના કટ્ટા સાથે દાહોદ LCB પોલીસે ઝડપી પાડ્યો છે.

સિંધુઉદય ન્યૂઝ – ગરબાડા

ગત તા.૦૮મી નવેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા તાલુકાના ઝરીખેરલી ગામે ઢાકીયા ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ સબલાભાઈ બામણીયા તથા તેમના પિતા સબલાભાઈ મુછાભાઈ બામણીયા આ બંન્ને પિતા – પુત્ર પાસે એખ ગેરકાયદે દેશી હાથ બનાવટો તમંચો હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે તેઓના ઘરે ઓચિંતો છાપો મારતાં પોલીસે ઘરમાંથી ગેરકાયદે દેશી હાથ બનાવટો તમંચો કિંમત રૂા.૨,૦૦૦ સાથે પિતા – પુત્રની અટકાયત કરી ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!