દાહોદ જિલ્લા વિધાન સભામાં સમાવિષ્ટ કુલ ૦૬ વિધાનસભા પૈકી ૦૪ વિધાન સભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત : ૨ બાકી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની લિસ્ટ બહાર પાડવામાં આવી હતી જેમાં દાહોદ વિધાનસભામાં સમાવેશ કુલ છ બેઠકોમાં ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ફતેપુરા, દાહોદ, ગરબાડા અને લીમખેડા વિધાનસભાના ઉમેદવારો ના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ચાર પૈકી ત્રણ ધારાસભ્યોના નામ રીપીટ કરવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાની વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે દાહોદ જિલ્લાની કુલ છ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીમાં તમામ બેઠકો પરથી અનેક ઉમેદવારો દ્વારા ટિકિટ મેળવવા માટે દાવેદારી નોંધાવી હતી ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા પૈકી ફતેપુરા વિધાનસભા માટે રમેશભાઈ કટારા જેવો દંડક તરીકે પણ પોતાની કામગીરી કરી રહ્યા છે તેઓને ટિકિટ ફાળવતા તેઓના કાર્યકર્તાઓમાં ઉત્સાહ સાથે તેઓનું નામ જાહેર થતાની સાથે જ ફટાકડા ફોડી રમેશભાઈ કટારા ની દાવેદારીને વધાવી લીધી હતી બીજી તરફ દાહોદ વિધાનસભા માટે કનૈયાલાલ કિશોરીને ટિકિટ આપતા ફરીવાર કનૈયાલાલ કિશોરી ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા મેદાનમાં ઉતરનાર છે. કનૈયાલાલ કિશોરી નું નામ ઉમેદવારી માટે જાહેર થતાની સાથે તેઓએ પોતાના માતા-પિતાના આશીર્વાદ લઇ કાળી ડેમ ખાતે ભગવાનના દર્શન માટે પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ ભગવાનના આશીર્વાદ લીધા હતા. કનૈયાલાલ કિશોરીને ફરી ટિકિટ ફાળવતા તેઓના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દાહોદ એપીએમસી તેમજ દાહોદ નગરપાલિકા ખાતે તેઓના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી એકબીજાનું મોઢું કરાવ્યું હતું. દેવગઢ બારીયા માંથી સીટીંગ ધારાસભ્ય બચુભાઈ ખાબડને ફરીવાર રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ લીમખેડા વિધાનસભામાંથી આ વખતે શૈલેષ ભાભોરને ટિકિટ ફાળવવામાં આવી છે.

આમ દાહોદ જિલ્લા વિધાનસભાની કુલ છ બેઠકો પૈકી ચાર બેઠકોમાં ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે હવે ઝાલોદ વિધાનસભા અને ગરબાડા વિધાનસભા બાકી રહેવા પામે છે. ટૂંક દિવસોમાં જ આ વિધાનસભાના ઉમેદવારો ના નામ પણ જાહેર કરી દેવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા પણ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: