ઝાલોદના ધારાસભ્ય ભાજપમાં જાેડાવાની પૂરેપૂરી શક્યતા : ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશ કટારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે. એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીના કેસરિયા ધારણ કરી રહ્યા છે. ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ભાવેશ કટારા ની ટિકિટ ના મળતા તો રાતે રાત કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જતા રહ્યા હતા અને ૧૫ થી ૨૦ હજારની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશભાઈ ભુરીયા ને હાર અપાવી હતી ત્યારબાદ તેઓએ જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની તે વિધાનસભાની તમામ સીટો પર કોંગ્રેસ નો વિજય મેળવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી તેઓની ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ તેવી ચાલી રહી છે પરંતુ કોંગ્રેસમાં તેઓને ટિકિટ આપવાની વાત કરી તો તેઓ સ્પષ્ટ કોંગ્રેસના જગદીશ ઠાકોરને ના પાડી દીધી હતી તેઓ જગદીશ ઠાકોર ને જણાવ્યું હતું કે ઝાલોદ નજીક પંચમુખી મહામંડલેશ્વર મંદિર નું કામ ચાલે છે જ્યાં સુધી તેની પ્રાણ પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી હું ધારાસભ્ય ની ચૂંટણી લડીશ નહી અને લોક સેવા કરતો રહીશ જેથી ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા મિતેશભાઈ ગરાસીયા ને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પાર્લામેન્ટ્રી બોર્ડમાં પણ ઝાલોદ નો મુદ્દો પેન્ડિંગ થયા હોવાની અંગત સૂત્રમાં જાણકારી મળી છે. ભારતીય જનતા પાર્ટીમાં બાબુ કટારા પૂર્વ સાંસદ તથા ભાવેશ કટારા કોંગ્રેસ ધારાસભ્ય તેમના સમર્થકો સાથે જાેડાવાની પૂરેપૂરી ખાતરી અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નકારી શકાય તેમ નથી પરંતુ કોઈ પણ શરત વિના ભારતીય જનતા પાર્ટીમાંથી પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે તેવું તેઓ તેઓની અંગત સૂત્રમાંથી માહિતી મળેલ છે. એક તરફ મોટા દિગજ નેતાઓ પોતાના પુત્ર પોતાના સગા વહાલા ને ટિકિટ આપવા માટે ચૂંટણી મેદાનને લડાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરે છે પરંતુ આ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના માત્ર કાર્યકર્તા તરીકે રહેવાની તૈયારી સાથે ચૂંટણીના લડવાની ફરતે ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયો ધારણ કરવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!