દેવગઢ બારીઆ પોલીસે કુલ રૂ.૬૧ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટક કરી
દાહોદ તા.૧૮
દેવગઢ બારીઆ તાલુકાના જુના જકાત નાકા પાસે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે કુલ રૂ.૬૧,૨૦૦ ના પ્રોહી જથ્થા સાથે બે જણાની અટક કર્યાનું જાણવા મળે છે.
કમલેશભાઈ પલીયાભાઈ મેડા (રહે.ઝાબુઆ,મધ્યપ્રદેશ) અને રાકેશભાઈ બાલુભાઈ મેડા (રહે.ઝાબુઆ,મધ્યપ્રદેશ) નાઓ પોતાના કબજાની એક ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ દેવગઢ બારીઆ તાલુકાના જુના જકાત નાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ત્યા નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતાં પોલીસે તેઓને ફોર વ્હીલર ગાડી સાથે ઉભા રાખ્યા હતા અને ફોર વ્હીલર ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૭૨૦ જેની કુલ કિંમત રૂ.૬૧,૨૦૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને ઈસમોની દેવગઢ બારીઆ પોલીસે અટક કરી પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.