દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામેથી પોલીસે કુલ રૂ.૫૫ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : પોલીસની રેડ જાઈ ઘરધણી ફરાર
દાહોદ તા.૧૮
દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે એક વ્યÂક્તના રહેણાંક મકાનમાંથી તથા ઘર નજીક આવેલ ખેતરમાંથી પોલીસે પ્રોહી રેડ પાડી કુલ રૂ.૫૫,૨૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કર્યાનું જ્યારે પોલીસની રેડ જાઈ ઘરધણી નાસી ગયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે રહેતા છગનભાઈ નાનાભાઈ પટેલના રહેણાંક મકાનમાં તથા મકાનની નજીક આવેલ ડાંગરના વાવેતરવાળા ખેતરમાં પોલીસે ગત તા.૧૭.૧૦.૨૦૧૯ ના રોજ પ્રોહી રેડ પાડતાં ઉપરોક્ત ઘરધણી પોલીસને જાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તપાસ દરમ્યાન બંન્ને જગ્યાએથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૩૧૨ જેની કુલ કિંમત રૂ.૫૫,૨૦૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ઈમસ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.