દાહેદ શહેરમાંથી બે જુદી જુદી જગ્યાએથી બે મોટરસાઈકલોની ચોરી થઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ શહેરમાંથી બે જુદી જુદી જગ્યાએથી અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બે મોટરસાઈકલોની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે. ગત તા.૦૬ નવેમ્બરના રોજ દાહોદ તાલુકાના કતવારા ગામે વાડી ફળિયામાં રહેતાં લલીતભાઈ હરસિંગભાઈ મકોડીયા કોઈ કામ અર્થે દાહોદ મુકામે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ દાહોદની ઝાયડસ હોસ્પિટલના ગેટ નં.૨ આગળ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોકસ તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે લલીતભાઈ હરસિંગભાઈ મકોડીયાએ દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ ગોવિંદ નગર ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૩ નવેમ્બરના રોજ ગોવિંદ નગર વિસ્તારમાં ત્રિમુર્તિ સોસાયટીમાં રહેતાં કલ્પેશકુમાર હમીરસિંહ લબાનાએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે કલ્પેશકુમાર હમીરસિંહ લબાનાએ દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.