દાહોદના રળીયાતી રોડ ખાતેથી એક ફોર વ્હીલર ગાડીની ઉઠાંતરી થઈ
દાહોદ તા.૧૮
દાહોદ શહેરના રળીયાતી રોડ ખાતેથી એક વ્યÂક્તની મારૂતી ફોર વ્હીલરની ચોરી થયાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં રાધે પાર્ટી પ્લોટ,રળીયાતી રોડ Âસ્થત રહેતા અશ્વીન ધિરૂભાઈ પટેલે પોતાની મારૂતી ફોર વ્હીલર ગાડી ગત તા.૧૬.૧૦.૨૦૧૯ના રોજ પોતાના ઘરનાં આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે અશ્વીન ધિરૂભાઈ પટેલે દાહોદ શહેર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.