પશ્ચિમ રેલવે રતલામ મંડળના ADRMતેમજ રેલવે બોર્ડમાંથી યાત્રી સુવિધા સમિતિના મેમ્બરો દાહોદની મુલાકાતે આવ્યા
SINDHUUDAY NEWS – DAHOD
પશ્ચિમ રેલવે રતલામ મંડળના ADRM તેમજ રેલવે બોર્ડમાંથી યાત્રી સુવિધા સમિતિના મેમ્બરો દાહોદની મુલાકાતે આવ્યા
પશ્ચિમ રેલવે રતલામ મંડળનાADRM તેમજ રેલવે બોર્ડમાંથી યાત્રી સુવિધા સમિતિના મેમ્બરો રતલામ મંડળની ત્રણ દિવસીય ઇન્સ્પેકશન માટે આવ્યા
છેલ્લા દિવસે દાહોદની મુલાકાત લઇ સ્કેલેટર, ડિસ્પ્લે,બટરફ્લાય શેડ સહિતની સુવિધા ઉભી કરવા નિર્દેશ કરાયા
પશ્ચિમ રેલવેના રતલામ મંડળના DRM તેમજ યાત્રી સુવિધા સમિતિ રેલવે બોર્ડના મેમ્બરો ત્રણ દિવસીય ઇન્સ્પેક્શન માટે મંડળના જુદા જુદા સ્ટેશનો પર ગયા હતા તેમજ આજે અંતિમ દિવસે દાહોદની મુલાકાતે આવ્યા હતા.A DRM રેલવે બોર્ડના મેમ્બરોએ દાહોદ રેલવે સ્ટેશન નું નિરીક્ષણ કરી યાત્રીઓને સુવિધા માટેની જરૂરિયાત તેમજ માંગણીઓને ધ્યાને લઇ સંલગ્ન વિભાગોના અધિકારીઓને જરૂરી નોંધ મારી નિર્દેશ આપ્યા હતા..
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ દાહોદ રેલવે સ્ટેશન પર થોડા દિવસોમાં દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના તેમજ ૯૦૦૦ ૐઁ ની ક્ષમતા વાળા લોકોમોટીવ ( રેલવે પ્રોડક્શન યુનિટ ) સ્થાપવાની સાથે-સાથે આવા આગામી સમયમાં ગોદીરોડને જોડતો પ્લેટફોર્મ નિર્માણ થવાનું છે.જેના પગલે દાહોદ રેલવે સ્ટેશન હવે ટૂંક સમયમાં જંકશનમાં પરિવર્તિત થઈ જશે. જેને અનુલક્ષીને રેલવે દ્વારા દાહોદ રેલવે સ્ટેશન ખાતે સુવિધા અને જરૂરિયાતોને ધ્યાને લઇ સમય સમય પર નિરીક્ષણ કરી મંજૂરીઓ પણ આપવામાં આવી છે ત્યારે હાલમાં જ રતલામ મંડળના એ.ડી.આર.એમ તેમજ યાત્રી સુવિધા સમિતિ રેલવે બોર્ડના સભ્ય અભિજીત દાસ, તેમજ કૈલાસ લક્ષ્મણ વર્મા રતલામ મંડળના ત્રણ દિવસીય દોરા પર હતા.અને આજે અંતિમ દિવસે દાહોદની મુલાકાતે આવ્યા હતા.જ્યાં છડ્ઢઇસ્ તેમજ રેલવે બોર્ડના મેમ્બરોએ રેલવેના જુદા જુદા વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે દાહોદ રેલ્વે સ્ટેશન ની મુલાકાતે નીકળ્યા હતા. તેઓની મુલાકાત દરમિયાન રેલવે સ્ટેશન પર જુદી જુદી સુવિધાઓ જેવી કે ઇસકેલ્ટર, ફૂટ ઓવર બ્રિજની સાથે સાથે રેલવે સ્ટેશનમાંથી એન્ટ્રી કરતા દિવ્યાંગ મુસાફરોને ધ્યાને લઈ અન્ય જગ્યાએ પણ બનાવવામાં આવે છે એવા નિર્દેશ કર્યા હતા. સાથે સાથે,યાત્રી સુવિધા માટે ટ્રેનોની માહિતી આપતું ડિસ્પ્લે અંદર અને બહાર મુકાય, જી.આર.પી પોલીસ ખાતે રેસ્ટ રૂમ, રેલવે સ્ટેશન ખાતે બટરફ્લાય શેડ લગાવવા સહિતની કામગીરી તેમજ રેલવે પ્રતીક્ષાલયમાં મુસાફરોના મનોરંજન માટે ટેલિવિઝન સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડી શકાય તે માટે દાહોદ રેલવે સ્ટેશન નો નિરીક્ષણ કરી સંલગ્ન વિભાગના અધિકારીઓને પ્રપોઝલ તૈયાર કરવાની સાથે નિર્દેશો કરી સૂચનો કર્યા હતા. અત્રે ઉલ્લેખની છે કે દાહોદ રેલવે સ્ટેશન હાલ દ્ગય્ઇ્ ૪ ની શ્રેણીમાં આવે છે. અને શ્રેણીને અનુરૂપ દાહોદ રેલવે સ્ટેશન ખાતે યોગ્ય સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ મુસાફરોને વધુને વધુ સુવિધા મળે તેમજ દાહોદ રેલવે સ્ટેશન સુંદર અને સુવિધા મુક્ત બને તે માટે એ ડી.આર.એમ તેમજ રેલવે બોર્ડના મેમ્બરોએ દાહોદ રેલવે સ્ટેશન નો નિરીક્ષણ કર્યું હતું.