દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું : કાર્યકર્તાઓ તેમજ ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ છવાયો
રિપોર્ટર : ગગન સોની
ગરબાડા તેમજ દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર ન કરતા આશ્ચર્ય
ગરબાડા તેમજ દાહોદ બેઠક પર ચૂંટણીનું જંગ રસપ્રદ રહેવાના અણસાર
ગરબાડા બેઠક પર બીજેપી-કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામ ને લઈ સસ્પેન્સ યથાવતઃ કોંગ્રેસના ગઢમાં બીજેપી કોને ઉતારશે ? સસ્પેન્સ યથાવત
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ગરપબાડા વિધાનસભા માટે આજરોજ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયા દ્વારા આજરોજ જંગી જનમેદની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા જતાં લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ચંદ્રિકાબેન બારીયાના ટેકેદારો હાજર રહ્યાં હતાં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ૧૦ તારીખથી જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીઓમાં જાેતરાયા છે જાેકે પ્રથમ ચરણના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા બેઠકો પૈકી ચાર વિધાનસભા બેઠકો પર બીજેપી – કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવતાં જાય છે તેમ તેમ ઉમેદવારો અને તેઓના કાર્યકર્તાઓ તેમજ ટેકેદારોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જાેવા મળી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાની ગરબાડા વિધાન સભાના કોંગ્રેસના ઉમેદવારને ગતરોજ હાય કમાન્ડના મૌખિક આદેશ બાદ ચંદ્રિકાબેન બારીયા દ્વારા આજરોજ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ મોટી સંખ્યામાં ચંદ્રિકાબેન બારીયા કાર્યકર્તાઓ અને ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.