દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની પ્રાથમીક શાળામાં દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા
રિપોર્ટર રમેશ સિંગવડ
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબના માર્ગદર્શન હેઠળ તા. ૧૪/૧૧/૨૦૨૨ ના રોજ સીંગવડ તાલુકાની તમામ શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કર્યાં હતાં. જીલ્લા સીક્ષણ અધિકારી દ્વારા સિંગવડ તાલુકામાં તમામ બુથોમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તેમજ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતાં.