દાહોદ શહેરમાંથી જાહેરમાં વરલી મટકાના જુગારધામ પર પોલીસનો છાપો : ચાર જુગારીઓ ફરાર : ચારને પોલીસે ઝડપી પાડ્યાં : રૂા.૩૭ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદ શહેરમાં આવેલ સીંગલ ફળિયા ખાતે ખુલ્લામાં જાહેરમાં વરલી મટકાનો આંક ફરકના જુગાર ધામ પર દાહોદ એલ.સી.બી. પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે આઠ પૈકી ૪ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં જ્યારે ૪ જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં હોવાનું જાણવા મળે છે. પોલીસે રોકડા રૂપીયા, ત્રણ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા. ૩૭,૧૮૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો. ગત તા.૧૪મી નવેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરમાં આવેલ સીંગલ ફળિયા સાંસી સમાજની વાડીની બાજુમાં આવેલ ખુલ્લામાં જાહેરમાં જુગાર રમી રહેલા અને જુગાર રમાડતાં ઈસમોના જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ઈમ્તીયાઝખાન મુરતુઝાખાન પઠાણ, રમણભાઈ દલાભાઈ ગુંડીયા, બાબુભાઈ નાનજીભાઈ ભુરીયા અને ગણેશભાઈ મોહનભાઈ સંગાડાને ઝડપી પાડ્યાં હતાં ત્યારે પોલીસને ચકમો આપી કૈલાશભાઈ ભવરસીંગભાઈ ડાભી, રવીભાઈ ભગાભાઈ સાસી, ઠેબરભાઈ ભગાભાઈ સાસી અને શૈલેષભાઈ નવલભાઈ ડામોર નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઝડપાયેલ જુગારીઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૩૧,૦૮૦, મોબાઈલ ફોન નંગ.૩ તેમજ જુગારના સાધનો મળી કુલ રૂા.૩૭,૧૮૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત આઠેય જુગારીઓ વિરૂધ્ધ દાહોદ એલ.સી.બી. પોલીસે દાહોદ બી. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.