દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે મોટરસાઈકલ કોતરમાં ખાબકી પડતાં મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં મોટરસાઈકલ રસ્તાની સાઈડમાં આવેલ કોતરમાં ખાબકી પડતાં મોટરસાઈકલના ચાલકને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૩મી નવેમ્બરના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે કરમાસેલ ફળિયામાં રહેતાં અનીલભાઈ દીનેશભાઈ ભુરીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ધાનપુર તાલુકાના નવાનગર ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાના કબજાની મોટરસાઈકલ હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ રસ્તાની બાજુમાં આવેલ રોંગ સાઈડના કોતરમાં ખાબકી પડતાં મોટરસાઈકલ સવાર અનીલભાઈને શરીરે,હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે કરમાસેલ ફળિયામાં રહેતાં સેવલાભાઈ હીરકાભાઈ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.