દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં એકને ફટકાર્યાે
દાહોદ તા.૧૯
દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તાર ખાતે શાકભાજીની ચાલતી દુકાન સંદર્ભે અદાવત રાખી એકને ગડદાપાટ્ટુનો માર માર્યાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ નગરના વાકલેશ્વર રોડ ખાતે રહેતા અલાઉદીન ઈલમુદીન કાઝીએ પોતાના જ ગામમાં રહેતા કમરૂદીન ઈલમુદીન કાઝીના નામે ચાલતી શાકભાજીની દુકાનની અદાવત રાખી ગત તા.૧૮.૧૦.૨૦૧૯ના રોજ દેવગઢ બારીઆ નગરના કાપડી રઝાઝામે મસ્જીદમાં કમરૂદ્દીન સાથે ઝઘડો તકરાર કરી તેની બોચી પકડી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે ઈજાગ્રસ્ત કમરૂદીન ઈલમુદીન કાઝીએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

