દાહોદ વિધાનસભાના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી એ સભા યોજી ભવ્ય રેલી સાથે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું
રિપોર્ટર – નીલ દોડીયાર
દાહોદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનૈયાલાલ બચુભાઈ કિશોરીએ આજે વિરાટ શક્તિ પ્રદર્શન સાથે વાજતે ગાજતે રેલી સ્વરૂપે દાહોદ પ્રાંત કચેરીએ પહોંચી પોતાનું નામાંકન પત્ર ભરી જંગી લીડ થી જીતવાનો ટંકાર કર્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ ભાજપના કાર્યકરો જોડાયા હતા. કનૈયાલાલ કિશોરી હાલ દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચેરમેન પદ સફળતાપૂર્વક શોભાવી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પક્ષના સંનિષ્ઠ અને કર્મશીલ કાર્યકર છે. ભાજપના આ સક્ષમ ઉમેદવારની સામે કોંગ્રેસને પણ પોતાનો ઉમેદવાર નક્કી કરવામાં ધોળે દિવસે પણ તારા દેખાયા છે. અને અંતે દાહોદ વિધાનસભાની બેઠક પર સતત ત્રણ ત્રણ ટર્મથી ચૂટાતા આવેલા વજેસિંગભાઈ પણદાને કોંગ્રેસે ટિકિટ ફાળવતા કનૈયાલાલ કિશોરીની આ વખતે જંગી લીડથી જીત નિશ્ચિત છે.આ સાથે દાહોદ નગર પાલિકા ના કોંગ્રેસ ના ત્રણ કાઉન્સિલર તથા કાર્યકર્તા ભાજપ માં જોડાયા હતા.