ગરબાડા તાલુકાના ભુતરડી ગામે ગ્રામસભામાં એક દંપતિને માર મારવામાં આવ્યો
દાહોદ તા.૧૯
ગરબાડા તાલુકાના ભુતરડી ગામે ગ્રામ સભામાં થયેલ ઉગ્ર બોલાચાલી બાદ બે ઈસમોએ એક દંપતિને લાપટો ઝાપટો તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના ભુતરડી ગામે ગત તા.૧૦.૧૦.૨૦૧૯ના રોજ ગ્રામ સભા યોજાઈ હતી જેમાં ભુતરડી ગામે નિશાળ ફળિયામાં રહેતા શાન્તાબેન રૂપસીંગભાઈ ભુરીયા અને તેમના પતિ રૂપસીંગભાઈ પણ હાજર હતા તે સમયે પોતાના જ ફળિયામાં રહેતા રામુભાઈ કેશવાભાઈ નળવાયા તથા ધુળાભાઈ માનાભાઈ નળવાયાએ શાંન્તાબેન તથા તેમના પતિ રૂપસીંગભાઈ સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી કહેવાલ લાગેલ કે, તમો કોણ પુછવાવાળા, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ શાંન્તાબેન અને રૂપસીંગભાઈને લાપટો ઝાપટો તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે ઈજાગ્રસ્ત શાંન્તાબેન રૂપસીંગભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.