દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે કુલ રૂ.૨૫ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની અટક કરી
દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના કુલ રૂ.૨૫,૨૩૦ના પ્રોહી જથ્થા સાથે એક મહિલાની અટક કર્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.૧૮.૧૦.૨૦૧૯ના રોજ દાહોદ તાલુકાના રળીયાતી સાંસાવાડમાં રહેતા આરતીબેન સાગરભાઈ સાંસીના રહેણાંક મકાનમાં ઓચીંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ.૨૭૭ જેની કુલ કિંમત રૂ.૨૫,૨૩૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત મહિલાની અટક કરી દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.