શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે
સિંધુ ઉદય ડેસ્ક
શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં
દાહોદ, તા. ૧૭ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ અને તા.૫/૧૨/૨૦૨૨નાં રોજ મતદાન યોજાનાર છે. આ માટે રાજયના જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-૨૦૧૯ હેઠળ નોંધણી થયેલ શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. આ જોગવાઈ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. આ અંગે જો કોઈ માલિક જોગવાઈ વિરૂધ્ધ વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે એમ રાજયના શ્રમ આયુકતની યાદીમાં જણાવાયું છે.