દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભીચોર ગામે અગાઉના ઝઘડાની અદાવતે ચાર ઈસમોએ બેને મારક હથિયારો વડે માર માર્યાે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભીચોર ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી મહિલા સહિત ચાર ઈસમોના ટોળાએ બે વ્યક્તિઓ ઉપર મારક હથિયારો વડે હુમલો કરી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૫મી નવેમ્બરના રોજ ભીચોર ગામે ભાટી તળાવ ફળિયામાં રહેતાં રામદાસભાઈ નારજીભાઈ પારગી તથા તેમની સાથે તેઓના પરિવારજનો તેમના ઉમરીવાળા ખેતરમાં પાણી વાળવા ગયાં હતાં જ્યાં ગામમાં રહેતાં રમીલાબેન શૈલેષભાઈ આમલીયાર, મહેશભાઈ હડીયાભાઈ પારગી, નીલેશભાઈ ફુલાભાઈ પારગી અને રામસિંગભાઈ ફુલાભાઈ પારગીનાઓએ રામદાસભાઈને બેફામ ગાળો બોલતાં હતાં ત્યારે રામદાસભાઈએ કહેલ કે, અમારે ભાઈઓનો ઝઘડો છે તું જતી રહે અમે ભાઈઓ ભાઈઓ રસ્તો કરશો, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને કુહાડી વડે, લોખંડનાના સળીયા વડે રામદાસભાઈને અને તેમની સાથેના રાહુલભાઈ નારજીભાઈ પારગીને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે રામદાસભાઈ નારજીભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

