દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામેથી એક ૧૩ વર્ષીય સગીરા નું અપહરણ
રિપોટર – પંકજ પંડિત ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામેથી એક ૧૩ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચે એક યુવક અપહરણ કરી લઈ નાસી ગયો
ગત તા.૦૬ નવેમ્બરના રોજ દાહોદ તાલુકાના ખરોડ ગામે રહેતો વિનોદભાઈ રસુલભાઈ નિનામા (ભોહા)એ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.