દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં પાંચ ઈસમો જુગાર રમતા પોલીસને હાથે ઝડપાયા : રોકડ સહિત કુલ રૂ.૭૪ હજારનો મુદ્દામાલ જપ્ત

દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરની માર્કેટ યાર્ડમાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતાં પાંચ જેટલા ઈસમોને પોલીસે ઝડપી પાડી સ્થળ પરથી કુલ રૂ.૭૪,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યાનું જાણવા મળે છે.
ઘનશ્યામ પ્રહલાદભાઈ અગ્રવાલ (રહે.ઝાલોદ,મેરાવતી સોસાયટી), અબ્દુલ વાહીદનુર ઈસ્માઈલખાન પટાણ (રહે.ઝાલોદ, વાવડી ફળિયા), અલ્કેશભાઈ નટવરભાઈ ચૌહાણ (રહે.ઝાલોદ, લુહારવાડા), રાહુલભાઈ બાબુભાઈ અગ્રવાલ (રહે.ઝાલોદ, વડ બજાર), ફારૂક વાહીદ મિરજા (રહે.ઝાલોદ કસ્બા) આ પાંચેય ઈસમો ગત તા.૧૮.૧૦.૨૦૧૯ના રોજ ઝાલોદ નગરની માર્કેટ યાર્ડના અંદરના દુકાનોના આંગળના ભાગે ખુલ્લી જગ્યામાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી તેમજ રમાડતા હોવાની માહિતી ઝાલોદ પોલીસને મળતાં તેઓએ આ સ્થળ પર ઓચીંતો છાપો માર્યાે હતો. પોલીસે ઉપરોક્ત પાંચેય જણાને ઝડપી પાડી પાંચેયની અંગ ઝડતીમાં તથા જમીન દાવ પરના કુલ રોકડા રૂપીયા ૭૪,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝાલોદ પોલીસે ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!