સીંગવડ તાલુકા ની પ્રાથમિક શાળાના બાળકો દવારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રિપોટર – રમેશ પટેલ તાલુકો :-સીંગવડ જિલ્લો :- દાહોદ
દાહોદ જિલ્લા ના સીંગવડ તાલુકા માં ચૂંટણી અધિકારી ની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળા ના બાળકો દવારા તાલુકા માં ચૂંટણી દરમ્યાન તમામ લોકો મતદાન કરે એવી જાગૃતિ લાવવા માટે બેનર અને પોસ્ટર લઇ તેમજ વિવિધ નારા ઓ બોલાવીને પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું.
માન. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડૉ હર્ષિત ગોસાવી સાહેબની અધ્યક્ષતામાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં તમામ લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તા. 19/11/2022 ના રોજ સીંગવડ તાલુકાની તમામ શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રભાત ફેરી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. તેમજ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા..