દેવગઢ બારીઆ શહેરના વાંકલેશ્વર રોડ ખાતે અંગત અદાવતે એક મહિલાને માર માર્યાે
દાહોદ તા.૨૦
દેવગઢ બારીઆ વાંકલેશ્વર રોડ ખાતે ચાર જેટલા ઈસમોએ શાકભાજીની દુકાનની અદાવત રાખી એક મહિલાને ગાળો બોલી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મહિલાના પતિને મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ નગરના પીઠા વિસ્તાર ખાતે રહેતા મોઈજઉદીન સરાઉદીન કાજી, મૌયુદીન કમરૂદીન કાજી, સરાઉદીન ઈલમુદીન કાજી, ફરઝાનાબીબી કમરૂદીન કાજી નાઓએ તેમના જ વિસ્તારમાં રહેતા જરીનાબીબી અલ્લાઉદીન કાજી તથા તેમના પતિ અલ્લાઉદીન કાજીને વાંકલેશ્વર રોડ ખાતે રોકી બેફામ ગાળો બોલી શાકભાજીની દુકાનની અદાવત રાખી જરીનાબીબી, તારો પતિ ક્યા ગયો છે, તેને મારી નાંખવાનો છે, તેમજ કહી જરીનાબીબીને ધક્કો મારી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી અને ઘર પર છુટ્ટા પથ્થરો મારી ધિંગાણુ મચાવતા આ સંબંધે ઈજાગ્રસ્ત જરીનાબીબી અલ્લાઉદીન કાજીએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.