જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) દાહોદની કચેરી હવેથી ઝાલોદ રોડ સ્થિત સરકારી કુમાર છાત્રાલય(વિ.જા.) ખાતે કાર્યરત
દાહોદ તા. ૨૧
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ), દાહોદની કચેરી જે અગાઉ રાઘવ હોસ્ટેલ, ગોદી રોડ ખાતે કાર્યરત હતી તે હવેથી ખસેડીને સરકારી કુમાર છાત્રાલય(વિ.જા.), જિલ્લા સેવા સદન પાસે, ઝાલોદ રોડ, છાપરી દાહોદ ખાતે કાર્યરત કરવામાં આવી છે. કચેરીનો ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૧૩૪ છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) શ્રી એમ.એમ. મન્સુરીએ નવા સરનામાની નોંધ લેવા એક યાદીમાં જણાવ્યું છે.