દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે કતલ કરવાને ઈરાદે બાંધી રાખેલ ચાર પશુઓને મુક્ત કરી પોલીસ
દાહોદ તા.૨૦
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક મકાનમાં કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલ ૩ ગાય તથા ૧ બદળ મળી કુલ ચાર પશુઓ પોલીસે મુક્ત કરાવી એક ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધ્યાનું જાણવા મળે છે.
દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૧૯.૧૦.૨૦૧૯ના રોજ દાહોદ શહેરના મોટાઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અને કસ્બા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પોતાના કાચા મકાનમાં કતલ કરવાને ઈરાદે પશુઓ બાંધી રાખેલ હોવાની માહિતી મળતાં પોલીસે આ સ્થળે ઓચીંતો છાપો માર્યાે હતો અને મકાનમાંથી ૩ ગાય અને ૧ બળદ મળી કુલ ૪ પશુઓને મુક્ત કરાવી ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.