દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે રસોઈ બનાવતી વેળાએ શરીરે સખ્ત દાઝી જતાં યુવાનનું મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૨

પોતાના ઘરે રસોઈ બનાવતા શરીરે સખત દાઝી ગયેલ દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામના ૨૩ વર્ષીય યુવાનનું વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર પીપલોદ ગામના વણઝારા ફળિયામાં રહેતા ૨૩ વર્ષશીય દેવાંશભાઈ બાબુભાઈ વણઝારા ગત તા. ૧૭-૧૧- ૨૦૨૨ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે પોતાના ઘરે રસોઈ બનાવતા શરીરે સખત દાઝી જતાં તેને સારવાર માટે પીપલોદ સરકારી દવાખાને લઈ જતાં દાઝવાનું પ્રમાણ જાેતા તેને પ્રાથમિક સારવાર આપી વડોદરા અન્ય દવાખાને લઈ જવાનું જણાવતા તેના ઘરવાળાઓ દેવાંશભાઈને વધુ સારવાર માટે વડોદરા કેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યારે સારવાર દરમ્યાન ગતરોજ સાંજના સમયે દેવાશભાઈનું મોત નિપજ્યું હતું. આ સંબંધે વડોદરા મકરપુરા પોલિસ સ્ટેશનના પી.એસ.ઓ એ.એસ.આઈ ચુનીલાલ મોહનલાલે પીપલોદ પોલિસ સ્ટેશને લેખીત જાણ કરતા પીપલોદ પોલિસે આ મામલે સી.આર.પી.સી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળ તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: