ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે અજાણ્યા વાહને અડફેટે રાહદારી યુવકને સારવાર દરમ્યાન મોત
દાહોદ તા.૨૦
ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે એક રાહદારી યુવકને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી નાસી જતાં યુવકને નજીકની હોÂસ્પટલોમાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ અમદાવાદની હોÂસ્પટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવતા જ્યા ૧૮ વર્ષીય યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના ભીલવા ગામે આંબાવાડી ફળિયામાં રહેતા ૧૮ વર્ષીય હિંમતભાઈ રમેશભાઈ ગણાવાને ગત તા.૧૧.૧૦.૨૦૧૯ના રોજ ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે કોઈ અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા હિંમતભાઈ રમેશભાઈ ગણાવાને શરીરે,હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓના પગલે તેમને પ્રાથમીક સારવાર માટે નજીકની હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યા હિંમતભાઈ રમેશભાઈ ગણાવાના સ્વાસ્થ્યમાં સુધારો ન થતાં તેઓને વધુ સારવાર માટે અમદાવાદની હોÂસ્પટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યા હિંમતભાઈનું ગત તા.૧૮.૧૦.૨૦૧૯ના રોજ સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ગરબાડા તાલુકાના ભીલવા ગામે આંબાવાડી ફળિયામાં રહેતા રમેશભાઈ ભાવસીંગભાઈ ગણાવાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.