મતદાન મથકોની ર૦૦ મીટરની ત્રિજયામાં કેમેરા, મોબાઇલ સહિતના સાધનો સાથે પ્રવેશી શકાશે નહી

રિપોટર – નીલ ડોડીયાર

દાહોદ, તા. ૨૪ : દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના મતદાનના દિવસ તા. ૫-૧૨-૨૦૨૨ ના રોજ ૦૦.૦૦ કલાકથી મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ મતદાન મથકોની અંદર તથા તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ કેમેરા, મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, પેજર અને તેને આનુષંગિક ઇલેક્ટ્રિકલ ગેઝેટસ, એસેસરીઝ સાથે પ્રવેશ કરવા ઉપર તથા ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવાનો અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે આદેશ કર્યો છે. આ આદેશ ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી સહિતના ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!