દાહોદ તાલુકામાંથી એક ૧૬ વર્ષીય સગીરાનું લગ્ન કરવાને ઈરાદે અપહરણ કરી જતો યુવક
દાહોદ તા.૨૦
દાહોદ તાલુકામાંથી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી એક યુવકે પોતાની પÂત્ન તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે નદી ફળિયામાં રહેતા જયંનસીંગ ઉર્ફે બોડોસારસીંગભાઈ માવીએ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી તેણીને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પÂત્ન તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતા આ સંબંધે સગીરાના પિતાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.