ઝાલોદ નગરમાં આજરોજ ૭૨માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી
રિપોટર – પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરમાં આજરોજ ૭૨માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં ભાજપના સહુ આગેવાનો આજ રોજ સંવિધાન દિવસની ઉજવણી કરવા ભેગા થયા હતા ત્યાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ભારત માતાકી જય અને બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે વાજતે ગાજતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં એક ગાડીમાં બાબા સાહેબ આંબેડકર સાથે સંવિધાન મૂકી તેની પૂજા કરી આંબેડકર ચોક સુધી રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સહુ લોકોએ બાબા આંબેડકરને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું તેમજ ઉપસ્થિત સહુ આગેવાનો દ્વારા બાબા આંબેડકર વિશે માહિતી આપી અને તેમના દ્વારા ઘડાયેલ સંવિધાન વિશે સમજ પણ આપી હતી.
આજરોજ તારીખ ૨૬-૧૧-૨૦૨૨ શનિવારના રોજ ૧૨ કલાકે ૭૨માં સંવિધાન દિવસની ઉજવણી ધામધૂમ કરવામાં આવી. જેમાં ભાજપ ગુજરાત પ્રદેશ અ.જા મોરચાના સભ્યો અને દાહોદના પ્રભારી મુકેશભાઈ શ્રીમાળી , સીનિયર આગેવાન ભરતભાઈ શ્રીમાળી , જિલ્લા મોરચાના પ્રમુખ જીતેન્દ્ર શ્રીમાળી, ન.પા કાઉન્સિલર બટુલ ડામોર, ટપુભાઈ વસૈયા, અનિલભાઈ ભાભોર, સવુભાઈ ભુનાતર, નગર ભાજપ પ્રમુખ દિનેશ પંચાલ, અનુપ પટેલ, મનુભાઇ બારિયા મહામંત્રીઓ, નગર તાલુકાના ભાજપના આગેવાનો, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિતાબેન મછાર તથા ભાજપ મોરચાના તમામ આગેવાનો હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
પ્રથમ જીતેન્દ્ર શ્રીમાળીએ સ્વાગત પ્રવચન આપ્યું ત્યારબાદ ભરતભાઈ શ્રીમાળી દ્વારા સંવિધાનની સમજ આપવામાં આવી અને નરેન્દ્ર મોદી દ્વારા સ સંવિધાન અંતર્ગત કરેલ કામોની વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રદેશ માંથી પધારેલ મૂકેશભાઈ શ્રીમાળી દ્વારા ભાજપની સરકાર દ્વારા કરેલ કામગીરીથી સહુને વાકેફ કર્યા હતા આમ મોટી સંખ્યામાં હાજર રહી ધામધૂમ પૂર્વક સંવીઘાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.